Tuesday 30 August 2011

મુખડું તમારું છે લાલ ગુલાબી


મુખડું તમારું છે લાલ ગુલાબી,

            ચુમી લઉં એવા ગાલ ગુલાબી..

મૃગનયની શી લાગે કામણગારી,

           ચાલે જ્યારે હંસની ચાલ ગુલાબી...

આવતાં યાદ ચાંદ જેવો ચહેરો,

           આવે છે રંગીન ખ્યાલ ગુલાબી...
રંગાઇ ગયો છું તમારા રંગમાં,

           ઉડે છે અબીલ ગુલાલ ગુલાબી...
બાંધી બંધન ‘પ્રેમ’ના તમ સંગ,
       
          હું જોઉં છું આવતી કાલ ગુલાબી...